Skip to content
Opens in a new window
Virat Aa Gnani Purush
10 November 2026

Virat Aa Gnani Purush

Dada Bhagwan

About
વિરાટ આ જ્ઞાની પુરુષ,



મારા દાદા ભગવાન !



ત્રિલોકમાં જ્યોતિ સ્વરૂપ,



મારા દાદા ભગવાન ! (2)



કળિયુગ કેરા કપરાં કાળે, આપ્યું અક્રમ અગમ. (2)



સાદી સરળ ને તોયે અચળ છે, ત્રિકાળવાણી સુગમ. (2)



અહો! દાદા, મોક્ષદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



અહો! દાદા, અનંત સુખદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



અંગાર જેવા સંસારમાં, તમે એક જ પ્રેમાવતાર! (૨)



અહો! દાદા, મોક્ષદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



દાદા તમારી કૃપાથી સ્વ-ભાન થયું,



અંધારી ગલીઓમાં છૂપું "માન" જોયું,



લાખો અવતારોમાં જે ના બન્યું, એ સહજ થયું! સહજ થયું!



સહજ થયું! સહજ થયું!



જ્ઞાનીને પગલે હું ચાલું, નિશ્ચય કરું,



અવળામાં સવળું શોધીને આનંદ ભરું,



દાદા તમારી વીતરાગતાને, વંદન કરું, વંદન કરું!



વંદન કરું, વંદન કરું!



માન-અપમાનમાં ચડ-ઉતરનો, ખેલ હોજો ખતમ. (૨)



કડવું પચાવી, આશિષ આપી, શક્તિ સાધું શિવમ્. (૨)



અંગાર જેવા સંસારમાં, તમે એક જ પ્રેમાવતાર! (૨)



અહો! દાદા દાદા, મોક્ષદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



ૐ હ્રીં દાદા ભગવાન, સર્વજ્ઞ શરણં ગચ્છામિ



દાદા તમારા અંગૂઠે, હું જઈ નમું,



મારો અહંકાર દાદાને ચરણે ધરું,



બીજાની ભૂલોને મારું 'દર્પણ' કરું,



નિજના દોષોને નિહાળી વારણ ધરું,



રાગે-દ્વેષે રંગાયેલા કર્મો થાજો ગલન,



અહીંથી સીધો, સ્વામી શરણે, હો વિદેહે જનમ! (૨)



અંગાર જેવા સંસારમાં, તમે એક જ પ્રેમાવતાર! (૨)



અહો! દાદા, મોક્ષદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



અહો! દાદા, અનંત સુખદાતા, તમને નમન



કોટિ કોટિ નમન.



જ્ઞાની પુરુષ, દાદા ભગવાન!



જ્યોતિ સ્વરૂપ, દાદા ભગવાન!



આદિ પુરુષ, દાદા ભગવાન!



જ્ઞાન સ્વરૂપ, દાદા ભગવાન!



મૂળ પુરુષ, દાદા ભગવાન!



નિજ સ્વરૂપ, દાદા ભગવાન!



આપ્ત પુરુષ, દાદા ભગવાન!



પૂર્ણ સ્વરૂપ, દાદા ભગવાન!